ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા ખુબ ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં 23544 પોઝીટીવ કેસો નોંધાય ચુક્યા છે, જેમાં અમદાવાદ પછી સુરતનો નંબર આવે છે, સુરતમાં પોઝિટિવ કેસોની સંખ્યા 2855 થઈ છે. સુરતમાં કુલ મૃતાંક 108 થઈ ગયો છે. એક સમયે સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોન કોરોનાનું એપિક સેન્ટર હતું, ત્યાર હવે કતારગામ ઝોન એપી સેન્ટર બન્યું છે, તેમાં પણ ખાસ કરીને હીરા ઉદ્યોગ કોરોનાના નિશાના પર છે, જેમાં કારખાનામાં કામ કરતા રત્ન કલાકારોનો રીપોર્ટ પોઝીટીવ આવી રહ્યો છે, જેને પગલે મહાનગરપાલિકા દ્વારા ખાસ માર્ગદર્શિકા બહાર પાડવાની જરૂર પડી છે. Stay connected with us on social media platforms:
0 Comments